Khergam(vad mukhya shala): વાડ મુખ્ય પ્રાથમિક શાળામાં આનંદમેળાની ભવ્ય ઉજવણી કરાઇ.

તારીખ : ૦૭-૦૨-૨૦૨૪નાં બુધવારના દિને વાડ મુખ્ય પ્રાથમિક શાળા ખાતે આનંદ મેળો યોજાયો હતો. આ આનંદ મેળાને એસ.એમ.સી.નાં અધ્યક્ષશ્રી વિજયભાઈ પટેલનાં હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. શાળાનાં બાળકો દ્વારા અલગ અલગ વાનગીઓના સ્ટોલ લગાવવામાં આવ્યા હતા.

 જેમાં સેન્ડવીચ, રસગુલ્લા, પાણીપુરી, મમરાભેલ,મેગીભેલ, બટાટાવડા, પૌંઆ, રસના, જીરા છાશ, વડાપાઉં, સમોસા, રસના અને વેફર ભેલ, છાશ વડાં અને પૌંઆ, ઉબાડિયું અને ચણાની ભેલ, મમરા ભેલ, છાશ અને મામાસેવ, મેગી ભેલ, મસાલા છાશ, ભેલ, પાઉંભાજી, ભેલ અને પૌંઆ, બટાકા ચિપ્સ અને ફ્રેન્ચ ફ્રાય, રસગુલ્લા, ચણાની ભેલ, ચણાની ચટપટી ભેલ, ગાજરનો હલવો, ભજિયાં, પાપડ ભેલ, ચાઇનીઝ ભેલ, ખમણ, નારિયેળ પાણી, પાઈનેપલ જ્યૂસ, દાળ ભેલ, કલમબોર જેવા વાનગીઓ/ફળફળાદીઓનાં ૨૭  સ્ટોલ જોવા મળ્યા હતાં જેમાં ભેલની, સમોસાનાં વાનગીઓના સ્ટોલ વધુ જોવા મળ્યા હતા.

           આનંદ મેળો કરવાનો હેતુ વિદ્યાર્થીઓ ચીવટતા, ચોકસાઈ સ્વચ્છતા,વાનગીની રીત, સ્વાદ, વપરાતી વસ્તુઓ, ખર્ચ,નફો,નુકસાન, હિસાબ, નાણાંકીય લેવડદેવડનાં વ્યવહારથી કેળવાય છે. તેમજ  પ્રાથમિક ગાણિતિક કૌશલ્ય જેવાકે સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકારનો વ્યવહારમાં ઉપયોગ કરતા શીખે છે. લેવડદેવડ દ્વારા નફો-ખોટની સમજ મેળવે છે. એકબીજા સાથે ભેગા મળીને  સંચાલન કરતા હોવાથી સંપ સહકાર અને બંધુત્વનાં ગુણો વિકસિત કરવાનો એક વિશિષ્ટ કાર્યક્રમ કહી શકાય છે. બાળકોએ ખૂબ ઉત્સાહપૂર્વક કરેલ તૈયારીમાં વિદ્યાર્થીઓના વાલીઓએ સારો સહકાર આપ્યો હતો .શાળા પરિવાર દ્વારા વિદ્યાર્થીઓને બિરદાવવામાં આવ્યા.

 
આ કાર્યક્રમમાં વાડ ગામના અગ્રણી તથા સામાજિક કાર્યકર ચેતનભાઈ પટેલ ખેરગામના સામાજિક યુવા કાર્યકર અને યુટ્યુબર સૂરજ કે.પટેલ સહિત ગામના વાલીઓ, શાળાનાં ધોરણ ૧ થી ૮નાં ૨૪૪ બાળકો અને આચાર્યશ્રી કીરીટભાઇ પટેલ, સહિત  શિક્ષકોએ અવનવી વાનગીઓનો આનંદ માણ્યો હતો. 

તેમજ ચેતનભાઈએ શાળાના બાળકોને પ્રોત્સાહક ઈનામ આપી બાળકોની પ્રતિભાને બિરદાવી હતી. શાળા પરિવાર ચેતનભાઈ પટેલ તથા સૂરજભાઈ પટેલનો આભાર વ્યક્ત કરે છે.